Coronavirus(COVID-19) Prevention At Home

Coronavirus(COVID-19) Prevention At Home 3

હાલ ના સમય માં કોરોના કેસ જે રીતે વધી રહિયા છે ત્યારે તેના થી બચવા અને આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે શું કરવું જોઈએ એ જાણીએ અને લોકો ને પણ જનજાગૃત કરીયે ।

Xovak Pharma વડોદરા ના સ્થાપક Raj Dangar જણાવે છે કે, જો શરીરની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તો વ્યક્તિ વારે વારે શરદી, ફ્લ્યૂ, તાવ વગેરેનો ભોગ બને છે। આપણા ઘરમાં રહેલ ઘણી વસ્તુઓ શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારે છે। કુદરતે આપણને એવી કેટલીયે આહારની વસ્તુઓ આપી છે, જેમાં રોગ પ્રતિકારક શક્તિ નો અખૂટ ભંડાર છે। આપણા આહારમાં સરળતાથી ઉપલબ્ધ એવી આ ચીજો ઉમેરીને આપણે શરીરની રોગ પ્રતિકારક શક્તિને વધારી શકીએ છીએ। આવો આપણે જાણીયે કે કઈ વસ્તુઓ થી આપણે રોગપ્રતિકારક શક્તિ વધશે ।

કોબીજ , ગાજર , ઘઉંના જવારા , પાલક , ખાટાં ફળો , લીબું , કેપ્સિકમ , બ્રોકોલી , પાલક , અળસિ , જાંબુન , ચણા , લસણ , શક્કરિયા જેવા ખોરાક નિયમિત પણે લેવા જોઈએ । ઉપરોક્ત બધીજ વસ્તુઓ આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ખુબજ ઉપયોગી નીવડશે તો આજે જ તમારા ખોરાક માં આ બધીજ વસ્તુઓ ને શામેલ કરો અને આવનારા રોગો ને તમારી રોગપ્રતિકારક શક્તિ વડે આપણા શરીર માં આવતા રોકો ।

આજ પ્રમાણે આપ ઘરે ઉકાળો બનાવીને પણ લઇ શકો છો જેના થી પણ રોગ પ્રતિકારક શક્તિ વધારો જોવા મળશે ।

ખાસ કરીને લોકો ઉકાળો શરદી અને ઉધરસ માં ઉકાળના નું સેવન કરતા હોઈ છે હાલ કોરાના ને લીધે શરદી અને ઉધરસ એના મુખ્ય લક્ષણ બની ગયા છે ત્યારે ઘરે કઈ રીતે ઉકાળો બનવાય એ પણ આપણે શીખીયે ।

સામગ્રી :- આદુ , તજ , લવિંગ , કાળા મરી ,તમાલ પત્ર , ગોળ , તુલસી અને પાણી

બનાવની રીત :- સૌ પ્રથમ આદુ , તજ , લવિંગ , કાળા મરી અને તુલસી ના પાન ને પીસી લો ત્યાર બાદ પાણી ને ગરમ કરવા મૂકી ને તેમાં તમાલ પત્ર અને પીસેલા મસાલા ઉમેરી લો , આ વચ્ચે તેમાં ગોળ પણ ઉમેરી દો , હવે એને ધીમી આંચ પર ૫ મિનિટ ઉકાળવા દો ત્યાર બાદ તેને ગરણી થી ગલી લો હવે આમ આપનો ઉકાળો ત્યાર ।

નોંધ :- વધારે માં વધારે ગ્રુપ માં આગળ ફોરવર્ડ કરવો જેથી લોકો ને આનો લાભ મળે ।